હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમો સક્રિય છે. વૉકમાર્ક લો પ્રેશર અને વરસાદી ટર્ફની અસરથી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત નવરાત્રીમાં પણ છૂટો-છવાયો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. તારીખ 17 અને 18 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની પુર્ણાહુતી 5 ઓક્ટોબર સુધીમાં થઇ શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.